શ્રી રૂપાલ દશા દિશાવાળ વણિક સમાજ સમુદાય નો મુખ્ય વસવાટ રૂપાલમાં હતો. સમયાંતરે તેઓ ગાંધીનગર, કલોલ, વાસણ, સરઢવ અને અમદાવાદમા વસ્તા થયા અને હવે સર્વત્ર વિશ્વમા વસેલા છે. જ્ઞાતિમાના નાના મોટા થઇ કુલ ૬૫૦ કુટુંબો વસવાટ કરે છે. ધંધા વ્યસાય અર્થે મોટાભાગના કુટુંબો અમદાવાદમાં રહેવા લાગ્યા હતા.
આપણા કુળદેવી શ્રી વરદાયની માતા છે. અને આપણા ઇષ્ટદેવ શ્રી હિતરાધાવલ્લભ લાલજી વૃંદાવન છે.
શ્રી રૂપાલ દશા દિશાવાળ વણિક સમાજની શરુઆત સર્વે પ્રથમ રૂપાલ કેળવણી મંડળના નામે લગભગ 1960 થી 1961 માં શરુ થઈ હતી. જેમાં સ્વ. હીરુભાઈ શકરચંદ શાહ, સ્વ. હસમુખલાલ શકરચંદ શાહ, સ્વ. કેશવલાલ જમનાદાસ શાહ, સ્વ. રતિલાલ ગોરધનદાસ શાહ, સ્વ. માણેકલાલ નરોત્તમદાસ શાહ વગેરે ભેગા મળીને આની શરૂઆત કરી હતી. જેમાં ધોરણ 7 થી 11 સુધીના પાઠ્યપુસ્તકો જ્ઞાતિના જરૂરિયાતમંદ વિધાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા હતા.
ત્યાર બાદ 1980 માં સમાજના અગ્રણીઓ મળીને સમાજ એક રસ થઈને આગળ વધે તે હેતુથી તેમાં ડૉ. કાંતિલાલ ઈશ્વરલાલ શાહ, સ્વ. હરિભાઈ ચીમનલાલ શાહ, સ્વ. અમૃતલાલ ગોરધનદાસ શાહ, સ્વ. મનુભાઈ હરગોવનદાસ શાહ તથા સ્વ. શ્રી બચુભાઈ ચીમનલાલ કોઠારી નો મુખ્યત્વે ફાળો છે.
આપણા સમાજના પરિવારોની માહિતી દર્શાવતી એક ડિરેક્ટરીનું પણ સમાજને નજરાણું 1991 માં મળેલ છે. જેનું દરેક પરિવાર પાસે હાલમાં પણ એ ડિરેક્ટરી છે.
સ્વ. માણેકલાલ જમનાદાસ ના પૂર્ણ સહયોગથી આપણી જ્ઞાતિનું મુખ પત્ર તરીકે વણિકમિત્ર ની શરૂઆત 1985 થી શરૂ કરી 1997 સુધી ચાલી હતી. જેમાં જ્ઞાતિના તમામ સમાચારનો સમાવેશ થતો હતો અને જેમાં સમાજના વેપારી સમુદાય દ્રારા જાહેરાતો આપી ખર્ચ ઉપાડવામાં આવતો હતો.
1990 માં સમાજના બધા જ વડીલોએ મળીને એક પ્રવાસનું પણ આયોજન પણ કરેલું હતું. જે પ્રવાસ નાથદ્વારાશ્રીનાથજી મંદિર નો રાખેલ હતો. જેમાં લગભગ છ લક્ઝરી બસ જુદા જુદા સ્થળેથી ઉપાડેલી.