શ્રી રૂપાલ દશા દિશાવાળ વણિક સમાજ સમુદાય નો મુખ્ય વસવાટ રૂપાલમાં હતો. સમયાંતરે તેઓ ગાંધીનગર, કલોલ, વાસણ, સરઢવ અને અમદાવાદમા વસ્તા થયા અને હવે સર્વત્ર વિશ્વમા વસેલા છે. જ્ઞાતિમાના નાના મોટા થઇ કુલ ૬૫૦ કુટુંબો વસવાટ કરે છે. ધંધા વ્યસાય અર્થે મોટાભાગના કુટુંબો અમદાવાદમાં રહેવા લાગ્યા હતા.
આપણા કુળદેવી શ્રી વરદાયની માતા છે. અને આપણા ઇષ્ટદેવ શ્રી હિતરાધાવલ્લભ લાલજી વૃંદાવન છે.
શ્રી રૂપાલ દશા દિશાવાળ વણિક સમાજની શરુઆત સર્વે પ્રથમ રૂપાલ કેળવણી મંડળના નામે લગભગ 1960 થી 1961 માં શરુ થઈ હતી.